Connect Gujarat
ગુજરાત

સુરતઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત 27 ગામનાં ખેડૂતોની રેલી

સુરતઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત 27 ગામનાં ખેડૂતોની રેલી
X

200 ટ્રેક્ટર અને બાઈક સાથે રેલી યોજી કલેક્ટરને આપશે આવેદનપત્ર

મોદી સરકારના ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ હાઈસ્પિડ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં અવાર નવાર ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં આજરોજ ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા એકત્ર થયા છે.

સુરત જિલ્લાનાં 27 ગામના ખેડૂતો કે જેમની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત કરવામાં આવી છે. જેમણે સરકાર સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે. પરંતુ સરકાર દ્વારા તેમાં કોઈ પોઝિટીવ જવાબ નહીં આપતાં યોગ્ય વળતર સહિત 14 મુદ્દાઓને સામેલ કરી ફરીથી રજૂઆત કરવા કડોદરા ખાતે એકઠા થયા છે. જ્યાંથી રેલી સ્વરૂપે નીકળશે. 200 જેટલાં ટ્રેક્ટર અને મોટર સાઈકલ સાથે ખેડૂતો રેલીમાં જોડાશે. ખેડૂતોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી પોતાની જમીન ઉપર કામ કરવા દેવામાં નહીં આવે. સરકાર સત્વરે ખેડૂતોની માંગણી સ્વીકારે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.

Next Story