Connect Gujarat
ગુજરાત

સુરતમાં હીરાઉદ્યોગની દિકરી ૧૩ વર્ષની ઉંમરે અપનાવ્યો સંન્યાસનો માર્ગ

સુરતમાં હીરાઉદ્યોગની દિકરી ૧૩ વર્ષની ઉંમરે અપનાવ્યો સંન્યાસનો માર્ગ
X

  • વૈભવશાળી જીન્દગી ઠુકરાવી બની દિક્ષાર્થિ

સુરતમાં હીરાનાં કારોબારીની ૧૩ વર્ષની દીકરીએ આલીશન જાહોજલાલી ભરેલી જીંદગીનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરી લીધો છે.

મળતી માહિતી અનુસાર ફક્ત ૧૩ વર્ષની વૈશ્વીએ ખુશી ખુશીથી સાંસારિક સુખનો ત્યાગ કર્યો છે. વૈશ્વીએ સાંસારીક સુખનો ત્યાગ કરી જીંદગીનાં નવા મોડ પર નીકળી ગઈ છે. તે પહેલા પણ પોતાના ગુરૂ સાથે યાત્રામાં જઈ આવી છે.

વૈશ્વીએ મોહમાયાનો ત્યાગ કરી સંન્યાસની દીક્ષા લઈ લીધી છે.આ ધટનાને ધણાં લોકો વૈશ્વીનાં સાંસારિક જીવનની છેલ્લી ક્ષણ બતાવી રહ્યા છે. વૈશ્વી સુરતમાં રહી હીરાનો કારોબાર કરતા હીતેશભાઈ મહેતાની સૌથી નાની દિકરી છે. તે અગાઉ પણ તેના ગુરૂજન સાથે જ યાત્રા પર નીકળી ગઈ હતી.

વૈશ્વીએ ત્રણ વર્ષમાં જ ૩ હજાર કિ.મીની યાત્રા કર્યા બાદ પોતાના જીવનમાંથી તમામ સાંસારિક સુખનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાતની જાણ તેના માતા પિતાને થતા તેમણે પણ ખુશી ખુશી મંજુરી આપી દીધી હતી.

વૈશ્વીનાં પરીવારનાં લોકોનું કહેવુ છે કે, એવું જરા પણ નથી કે વૈશ્વીને અભ્યાસમાં રસ નથી તે ભણવામા પણ ખુબ હોશિયાર છે. તે પરિવારમાં તમામ બહેનો કરતા બહું નટખટ છે પણ અચાનક તેનો સંસાર પ્રત્યેથી મોહ ભંગ થઈ ગયો અને તેણે સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય લઇ લીધો.

Next Story