Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ
X

અંકલેશ્વર ખાતે આવેલ નર્મદા ક્લીન ટેક (NCT)જે અંકલેશ્વર,પાનોલી અને ઝગડિયા ના ઉદ્યોગો નું ગંદુ પાણી જરૂરી ટ્રીટમેન્ટ કર્યા પછી કંટીયાજાલ નજીક આવેલ દરિયા માં પાઈપ લાઈન દ્વારા પહોંચાડવાની કામગીરી કરે છે, અને આ મહત્વની કામગીરી કરતા કર્મચારીઓ આજે તારીખ ૨૪/૦૭/૧૯ (બુધવાર) ના રોજ થી પ્રતિકધરણા/ ભૂખ હડતાળ શરૂ કરી છે.

[gallery td_gallery_title_input="અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગે" td_select_gallery_slide="slide" size="large" ids="104316,104315,104313,104314"]

આ NCT ના કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ એ તેમની સાથે થતા શોષણ અને ભેદભાવ વિરુદ્ધ અગાઉ પણ તંત્ર ની મંજુરી મેળવી ૧૩/૪/૧૯ થી ૧૫/૦૪/૧૯ સુધી હડતાળ કરી હતી અને તે વખતે NCT ના મેનેજીન્ગ ડીરેક્ટર અલોક કુમારે લેખિત માં બાહેધરી આપી હતી કે “ કર્મચારીઓ ની માંગણીઓ એક કમિટી બનાવી કર્મચારીઓ સાથે ચર્ચા કરી તારીખ ૦૫/૦૫/૧૯ સુધી માં નિકાલ લાવીશું. ”

જોકે ૦૫/૦૫/૧૯ સુધી માં આ માંગણીઓ નો કોઈ પણ નિરાકરણ ના આવતા કર્મચારીઓ ફરીથી ૦૬/૦૫/૧૯ ના રોજ થી હડતાલ પર ગયા હતા અને જે તે વખતે ઉદ્યોગો નું પાણી બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને અગાઉ આલોક કુમારે બાંહેધરી આપી તેનો અમલ કર્યો ના હોવાથી કર્મચારીઓ MD અલોક કુમાર નો વિશ્વાસ કરતા ના હોય મધ્યસ્થી કરવા ગાંધીનગર થી ઉચ્ચ અધિકારીઓ વરલી અને ગામીત આવ્યા હતા અને તેમણે ત્રણે ઉદ્યોગ સમૂહો ના પ્રમુખો જેમ મહેશભાઈ પટેલ, પંજવાની,બી.એસ.પટેલ, નાવડિયા અને સ્થાનિક આગેવાનો સાથે રાખી ચર્ચાઓ કરી હતી અને ચર્ચા ને અંતે આવેલ ઉચ્ચ અધિકારીઓ અને અંતે ત્રણે પ્રમુખોએ લેખિત બાહેધરી આપી હતી કે " આ માંગણીઓ તારીખ ૦૮/૦૬/૧૯ ના રોજ સુધી માં પૂરી કરાવીશું ” આમ મળેલ બાહેધરી પછી હડતાળ સમેટાઈ હતી.

જોકે બે-બે વખત ની લેખિત બાહેધારીઓ પછી પણ કર્મચારીઓ ની માંગણીઓ નું નિરાકરણ ના આવતા અને મધ્યસ્થી તરીકે ભાગ ભજવનારા ઉદ્યોગગૃહો ના સમૂહના સન્માનીય પ્રમુખો અને સામાજિક આગેવાનો એ પોતેજ NCT ના MD આગળ લાચાર વશ થઈ પીછે હઠ કરી નાદારી જાહેર કરી દેતા કર્મચારીઓ એ તંત્ર ની મંજુરી લઈ ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી છે અને આ વખતે વધુ કર્મચારીઓ હડતાળ માં જોડાયા હોવાથી અને વધુ અન્ય જોડાવવા ના હોવાથી ઇફ્લુંએન્ટ સુદ્ધીકરણની પ્રક્રિયા પ્રભાવિત થવા ની શક્યતા રહેલ છે.અને હાલ માં અત્રે ના ઉદ્યોગો ક્રિટિકલ ઝોન, હવા,પાણી ના વધતા પ્રદૂષનો ને લીધે વધેલ SEPI આંક,સમૂહો ની આંતરિક જુથબંધી, વપરાશ ના પાણી ની અછત અને ભાવો ની અનિશ્ચિતતા જેવી અનેક સમશયાઓ નો સામનો કરી રહ્યા છે ત્યારે આ હડતાળ તેમની સમસ્યાઓ વધારો કરશે.

અગાઉ ની હડતાળ વખતે સમાધાન ની ભૂમિકા ભજવનાર અને જેતે વખત થયેલ મીટીંગો માં હાજર એવા મધ્યસ્થી અને પીરામણ ગામના સામાજિક આગેવાન સલીમ ભાઈ પટેલના જણાવ્યા મુજબ "આગાઉ થયેલ મિટિંગો પછી મને ક્યારે પણ આ વિષય માં ચર્ચા કરવા બોલાવ્યા નથી અને અમે ગઈ કાલે સામે થી ફોન કરી સમ્પર્ક કરવાની કોશિશ કરતા તેમણે ફોન ઉપાડ્યો નથી અને ફરીથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. અન્ય મધ્યસ્થીઓ એ તેમના પ્રયાસો કર્યા છે પરંતુ તેમને પણ MD નો યોગ્ય સહકાર મળતો નથી અને તેઓ ને પણ MD રણનીતિ શુ છે એની જાણ થતી નથી માટે તેમણે પણ પીછે હઠ કરી છે"

કર્મચારીઓ ની કમિટી ના પ્રતિનિધિ પરેશભાઈ વસાવા ના જણાવ્યા મુજબ “ અમારી સાથે શોષણ અને ભેદભાવ થઈ રહ્યું છે અને દરેક વખતે લેખિત બાહેધારીઓ મળતા અમો વિશ્વાસ કરી અમારી હડતાળ ને સમાપ્ત કરતા હતા. આ રીતે અમારી સાથે થતા વાંરવાર ના વિશ્વાસઘાત થી અમો નિરાશ થઇ હડતાળ ના એક માત્ર વિકલ્પ ને પસંદ કર્યો છે અને આ વખતે પાછલા વિશ્વાસઘાત થી બોધપાઠ લઈ આગળ નું કાર્યક્રમ નક્કી કરીશું”નું જણાવ્યું હતું.

Next Story
Share it