/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-121.jpg)
નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં ૧૫ %નો વધારો થયો છે ત્યારે મોંઘવારીના સમયમાં મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.
ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરૂ થવામાં બે દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે પાઠ્યપુસ્તકો અને નોટબુકનાં વધેલા ભાવના કારણે વાલીઓના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક અને પાઠ્યપુસ્તકોનાં ભાવમાં ૧૫%નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.મોઘવારીના સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવ પણ વધતા લોકોના ખિસ્સા પર અસર પડી રહી છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તકોનો પુરતો જથ્થો પણ ન આપવામાં આવતો હોવાના આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે.