અંકલેશ્વર વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણનું આયોજન

New Update
અંકલેશ્વર વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા સ્વાઈન ફલૂ પ્રતિ રોધક ઉકાળાનું વિતરણનું આયોજન

અંકલેશ્વર વસાવા સમાજ યુવા સંગઠન દ્વારા આદિવાસી તથા શ્રમ વિસ્તારમાં સ્વાઇન ફ્લુના રોગ સામે રક્ષણ મેળવવા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 21-08-2016 સોમવાર સવારે 9 કલાકે અંકલેશ્વર શહેરનાં નવીનગરી,પીઠા ફળીયા,ભાટવાડ, તલાવ્યા વાડ, સ્ટેશન વિસ્તાર, ટાંકી ફળીયા, સુરતી ભાગોળ, પાંજરાપોળ, ચોરાસી ભાગોળ, ભાંગવાડ, ફાંસી ફળીયા, તાડફળીયા સહિતનાં વિસ્તારમાં સ્વાઇન ફ્લુ પ્રતિ રોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.