/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/hqdefault-2.jpg)
રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી
ભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંકલેશ્વર ONGCના હેલિપેડ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી.
આ અવસર નિમિત્તે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત શાળાના બાળકોએ યોગાસનો રજુ કરીને યોગ પ્રત્યેની લોકોમાં જાગૃતતા લાવવાનાં પ્રયાસો કર્યા હતા.
આ ઉપરાંત પોલીસ બેન્ડ, SRP, હોમગાર્ડ જવાનો, NCC, NSSના વિદ્યાર્થીઓની પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ પણ રજુ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વતંત્ર સેનાની સહિત તેજસ્વી પ્રતિભાવોનું પ્રશસ્તિપત્ર ટ્રોફી એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યુ હતુ.
સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે ધ્વજ વંદન કર્યા બાદ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ, અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોને સંબોધિત કર્યા હતા.અને તેઓએ 71માં સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી, વધુમાં દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર સપૂતો અને શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
71માં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટર સંદિપ સાંગલે , જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે ,જિલ્લા પોલીસ વડા સંદિપ સિંહ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/08/19/saputara-police-2025-08-19-19-02-28.jpg)