અંજાર : લાખાપર ટપ્પર ગામની સીમમાં 4 મોરના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

New Update
અંજાર : લાખાપર ટપ્પર ગામની સીમમાં 4 મોરના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા

અંજાર તાલુકાના લાખાપર ટપ્પર ગામની સીમમાં 4 મોરના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પક્ષીપ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે. તો અબડાસાના નરેડીમાં પણ મોરની હત્યા થઈ છે.બંદૂકના ભડાકે રાષ્ટ્રીય પક્ષીમોરની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બનાવ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે.

અંજાર તાલુકાના લાખાપર ગામના સીમાડામાં સાંજના સમયે 3 શિકારીઓએ બંદુકના ભડાકે 3 મોર અને એક ઢેલનો શિકાર કર્યો હતો. બંદુકના ભડાકાનો અવાજ સાંભળીને નજીકના ખેતરમાં કામ કરી રહેલાં વ્યક્તિ સ્થળ પર દોડી ગયા હતા. તે સમયે તેમને જોઈને ત્રણેય શિકારી મોટર સાયકલ પર નાસી છૂટ્યાં હતા.રાત્રીના સમયે બે મોરને રખડતાં શ્વાનો ખાઈ ગયાં હતા. બનાવ અંગે અંજારના રેન્જ ફોરેસ્ટ ઑફિસર પટેલને જાણ થતા વનતંત્રની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે માત્ર મોરના પગ અને પીંછા જેવા અવશેષ બચ્યાં હતા. બનાવ અંગે વનતંત્રએ અજાણ્યા શિકારીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.દરમિયાન અબડાસા તાલુકાના હિંગરીયા અને નરેડી ગામની વચ્ચે મોરની શંકાસ્પદ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.સ્થળ પરથી લોહીના ડાઘા અને પીંછા મળી આવતા એફએસએલની મદદથી વનવિભાગે તપાસ હાથ ધરી છે.કચ્છમાં અવારનવાર મોરના મોત અને હત્યાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે પક્ષીપ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઇ છે.

Latest Stories
    Read the Next Article

    અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

    અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    New Update
    MixCollage-12-Jul-2025-
    અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
    અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
    Latest Stories