/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Ahmedabad.jpg)
ઈજા પામેલા પોલીસ કર્મચારીઓને અમદાવાદની VS હોસ્પિટલમાં દાખલ કરાયા
અમદાવાદના દોલતખાનામાં ગાયો પકડવા ગયેલી AMCની ટીમ પર સ્થાનિકો તેમજ કિન્નાખોરી રાખનાર શખ્સો દ્વારા હૂમલો થયો હતો. હૂમલામાં 3 પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી. બનાવના પગલે પોલીસે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દોલતખાનામાં ગાય પકડવા માટે ગયેલા AMC ની ટીમ ઉપર સ્થાનિક કે કિન્નાખોરી રાખનાર શખ્સો દ્વારા હૂમલો કરવામાં આવ્યો હતો. હૂમલામાં એક પી.આઈ સહિત ર પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. ઈજા પામેલ પોલીસકર્મીઓને અમદવાદની VS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે પોલીસે AMC ની ટીમ પર હૂમલો કરનાર શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/19/saputara-police-2025-08-19-19-02-28.jpg)