અમદાવાદ ખાતે ૧૪૨મી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ 

New Update
અમદાવાદ ખાતે ૧૪૨મી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ 

142મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવતા અમદાવાદના જગન્નાથજી મંદિરે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓને આપવામાં આવતા ઉપેણાની તૈયારીમાં મંદિરના સેવકો લાગી ગયા છે.

142મી રથયાત્રાની મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરે ચાલી રહેલી આ તૈયારીઓ કંઈક ખાસ છે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથજી સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળવાના છે. ત્યારે આ રથયાત્રાની તૈયારીઓ મંદિરમાં ચાલી રહી છે. હજારો મીટર કાપડમાંથી ઉપેણા તૈયાર કરવામાં સેવકો લાગી ગયા છે. આ ઉપેણા રથયાત્રામાં ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.ખાસ કરી રથયાત્રા પહેલા જલ યાત્રા પણ કરાવવામાં આવે છે ત્યારે હવે તેને પણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભક્તો માં ખુશીનો માહોલ જોવાં મળી રહ્યો છે