અમદાવાદ પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ મામલો, ક્રાઈમ બ્રાન્ચે આપ્યો તપાસને વેગ

New Update
અમદાવાદ પત્રકાર ચિરાગ પટેલ અપમૃત્યુ મામલો, ક્રાઈમ બ્રાન્ચે આપ્યો તપાસને વેગ

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના હત્યાના મામલે પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીને બુધવારે આવેદન પત્ર આપ્યા બાદ આ કેસની તપસમાં વેગ જોવા મળ્યો છે, ત્યારે 24 કલાકથી પણ ઓછા સમયમાં ચિરાગ પટેલના મૃત્યુ બાદના પુરાવા પણ મળી આવ્યા છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસ પર હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે નોકરી કરતા ચિરાગ પટેલની કઠવાડા ગામની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે નિકોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસમાં ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી હતી તેમ છતાં ગુનેગારનું પગેરું મળ્યુ ન હતું. FSL અધિકારીઓના પરીક્ષણમાં સ્થળ પરથી ચાર ફૂટ ઘેરાવામાં બળેલા ઘાસ તથા લાકડાના ટુકડા તથા જમીનની માટી ઉપરની રાખના અવશેષ લેવામાં આવ્યા હતા. પરંતુ આ મામલે પત્રકારોના સંગઠન સમિતિ દ્વારા ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ચિરાગ પટેલનો મોબાઈલ મળી આવ્યો છે કઠવાડા ગામનો રહેવાસી યુવક વહેલી સવારે ઘટનાસ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિરાગના બાઈક પર મોબાઈલ ફોન પડેલો જોતા તેણે ફોન લઈ લીધો હતો. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડીલીટ કરવામાં આવ્યો છે. ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે.જેથી હજુ પણ ક્રાઈમાં બ્રાન્ચ દ્વારા તેની તપાસની તજવીજ હાથ ધારવામાં આવી છે જો કે સૂત્રોના જણાવ્યા મુજબ કહેવામા આવે છે કે પત્રકાર ચિરાગ પટેલ દ્વારા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને એમ એલ એ પર આર.ટી.આઈ કરવાં આવી હતી પરંતુ હજુ તે આર.ટી.આઇની પણ કોઈજ જાણકારી મળી નથી.

Latest Stories