Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સાબરમતી જેલ ખાતે સ્મૃતિ ખંડોનું લોકાર્પણ કરતા ગૃહ અને જેલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ: સાબરમતી જેલ ખાતે સ્મૃતિ ખંડોનું લોકાર્પણ કરતા ગૃહ અને જેલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા
X

ગૃહ અને જેલ મંત્રીએ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજના સ્મૃતિ ખંડોનું લોકાર્પણ કર્યું

સાબરમતી જેલ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજના સ્મૃતિ ખંડોનું લોકાર્પણ કરતા ગૃહ અને જેલ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ગુજરાત શાંતિ, સલામતી અને સુરક્ષાને વરેલું રાજ્ય છે. ગુજરાતની શાંતિનું જતન અમારી પ્રાથમિકતા છે.જેલના કેદીઓને આધુનિક પ્રશિક્ષણ માટે આયોજન કરાશે.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="100040,100041,100042,100043,100044"]

ગૃહ અને જેલ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત શાંતિ, સલામતી અને સુરક્ષાને વરેલું રાજ્ય છે. ગુજરાતની શાંતિનું જતન કરવું તે અમારી પ્રાથમિકતા છે. ગૃહ મંત્રી જાડેજાએ સાબરમતી જેલની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. જાડેજાએ ઐતિહાસિક એવી આ સાબરમતી જેલમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ લોકમાન્ય બાલ ગંગાધર તિળકના કારાવાસના ખંડોને કાયમી સ્મૃતિ કુટીરો તરીકે વિશેષ જાળવી રાખવામાં આવી છે. તેવીજ રીતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજને જેલમાં જે જગ્યાએ રાખવામાં આવ્યા હતાં, તે કારાવાસમાં ખંડોને સ્મૃતિ કુટીર તરીકે ગૃહ રાજ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીએ જેલના બેકરી વિભાગ, ટેક્સટાઇલ વિભાગ, હેન્ડલુમ વિભાગની મુલાકાત લીધી હતી અને આ વિભાગમાં કામ કરતા કેદીઓના સ્કિલ ડેવલપમેંટ માટે તથા કેદીઓને આધુનિક પ્રશિક્ષણ માટે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. જેથી કેદીઓ જેલમાંથી મુક્ત થઈ સ્વમાનભેર સ્વનિર્ભર બની શકે, સાથોસાથ જેલ સુધારણા માટે પણ જેલ સુપ્રીન્ટેન્ડન્ટને સુચનો કર્યા હતાં. સમગ્ર દેશમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઉત્તમ છે અને તેથી જ ઉદ્યોગકારોના રોકાણની પ્રથમ પસંદગી ગુજરાત છે. ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને લઈને સૌથી વધુ ઉદ્યોગકારો ગુજરાતમાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેયું હતું.

Next Story