અમદાવાદ : હાઇવે પરથી ડ્રગ્સ મળવાનો કિસ્સો, મુંબઇથી ઝડપાયો માસ્ટર માઇન્ડ

0

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ કેસમાં મુંબઈના માસ્ટર માઈન્ડ ની ધરપકડ કરી લીધી છે. અફાક અહેમદ ઉર્ફે અફાક બાવા નામના આરોપીની મહારાષ્ટ અને કર્ણાટક બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી મુંબઈથી અલગ-અલગ રાજ્યમાં ડ્રગ સપ્લાય કરતો હતો. આરોપીએ ગુજરાતમાં તાજેતરમાં જ બે વખત ડ્રગ મોકલ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવેલો અફાક અહેમદ ઉર્ફે અફાક બાવા મુંબઈનો મોટો ડ્રગ સપ્લાયર છે. 

અફાક મુંબઈમાં ડ્રગ્સ બજારમાં મોટું નામ ધરાવે છે. અને મુંબઈમાં બેઠા બેઠા અલગ અલગ રાજ્યમાં ડ્રગ્સનો સપ્લાય કરતો હતો. અફાક આ પહેલા પણ અમદાવાદમાં ડ્રગ મોકલી ચુક્યો છે. મહત્ત્વનું છે કે હાલ અફાકનો પુત્ર ફિદા આ રેકેટ ચલાવી રહ્યો હતો. ફિદા જ રૂપિયા લઇને તેને ડ્રગ આપતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અફાક છેલ્લા 11 વર્ષથી આ ધંધો કરી રહ્યો હતો. વર્ષ 2012માં અફાકની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, 2013ના વર્ષમાં જેલમાંથી બહાર આવીને તેણે ફરીથી ધંધો શરૂ કરી દીધો હતો.

મુબઈમાં આ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં DRI તરફથી 50 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ પકડી પાડવામાં આવ્યું હતું. આ કેસમાં અફાકનું નામ આવતા તે ડરી ગયો હતો અને ત્યાર બાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડર પર આવેલા કુરુદવાડમાં બીજી પત્ની અને બાળકો સાથે રહેતો હતો. અફાકને સેન્ટ્રલ એજન્સી અને મુંબઈની પોલીસ પણ શોધી રહી હતી. હાલ ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. અફાક ગુજરાતમાં કેટલી વખત અને કોને કોને ડ્રગ આપી ચૂક્યો છે તેમજ મુંબઈ ખાતે હાલ ચાલી રહેલા સુશાંતસિંહ આપઘાત કેસમાં જે ડ્રગ કનેક્શન સામે આવ્યું છે તેમાં તેનો કોઈ રોલ છે કે નહીં તે મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here