Connect Gujarat
ટેકનોલોજી

અમેરિકાએ ઘડયા નવા વિઝા નિયમ : હવે આપવી પડશે સોશિયલ મીડિયાની માહિતી

અમેરિકાએ ઘડયા નવા વિઝા નિયમ : હવે આપવી પડશે સોશિયલ મીડિયાની માહિતી
X

જો આપ અમેરિકાના વિઝા લેવા માંગતા હોવ તો જાણીલો શું છે નવા નિયમ,હવે અરજદાર ને ફરિજિયાત પોતાની સોશિયલ મીડિયાનું નામ, 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવતું ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબરની જાણકારી આપવી પડશે. આ તમામ વિગત હવે અમેરિકા માટે વિઝા માટે અરજી કરનારે આપવાના રેહશે.

જો કે અભ્યાસ અને નોકરી માટે જેઓ અમેરિકા જવા માંગે છે તેમણે પણ આ નીતિ થી છૂટ આપવામાં નથી આવી જોકે, કેટલાક ડિપ્લોમૈટિક અને ઓફિશિયલ વિઝા અરજી કરનારાઓને આ નીતિમાંથી છૂટ આપવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ નીતિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન નામના એક સંગઠને કહ્યુ હતું કે, એ વાતના કોઇ પુરાવા નથી કે આ પ્રકારની સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવાનો કોઇ ફાયદો થશે. આ બાબતે એક અધિકારીએ કહ્યું કે જે કોઈ અરજદાર ખોટી માહિતી આપશે તેઓ એના માઠા પરિણામો ભોગવવા તૈયાર રહે ,ઉલ્લેખનીય છે કે અમેરિકના વિદેશ વિભાગ દ્વારા છેલ્લા વર્ષે માર્ચમાં આ નીતિ ને ઘડવાનો ઇરાદો કર્યો હતો.

Next Story