ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ
ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત
પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથે“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં”ના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.
તો બીજી તરફ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.