Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મોડાસાના દેવરાજધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ભક્તોનો મેળાવડો

અરવલ્લી : મોડાસાના દેવરાજધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે ભક્તોનો મેળાવડો
X

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ અને દેવાયત પંડિતની સમાધી સ્થળ દેવરાજ ધામ ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અરવલ્લી જીલ્લામાં મોડાસાના દેવરાજ ધામ ખાતે આવેલી સાડા સાતસો વર્ષ પૌરાણિક દેવાયત પંડિતની જ્યાં સમાધી છે, ત્યાં આજરોજ ગુરૂપૂર્ણિમાના દીવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. દેવરાજ ધામની ચૈતન્ય સમાધી ઉપર ૧૨માં ગુરૂ ગાદિપતી મહંત ધનગિરી મહારાજના આજે લાખો ભક્તજનોએ આશિર્વાદ મેળવ્યા હતા.

દેવરાજ ધામ ખાતે આવેલા રામાપીરના મંદિરમાં મોટી સંખ્યામાં આજે ભક્તોનો મેળાવડો જામ્યો હતો. દેવસ્થાનક ધામે મોટી સંખ્યામાં ગુરૂપૂર્ણિમાના દિવસે ભક્તો અહીં પહોંચ્યા હતા. અહીંના ગુરૂ દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો, વ્યસન મુક્તિ તેમજ દીકરીઓને ભણાવવા માટે લોકોને પ્રેરિત કરી ઉજાગર કરવામાં આવ્યા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અહી ગ્રામજનો ગુરુજીના માર્ગદર્શન હેઠળ વ્યશન્મુક્ત રહ્યા છે. આજના પવિત્ર દિવસે ગુરુના આશીર્વાદ મેળવી ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it