આજે ટિમ ઈન્ડિયા "મેન ઇન બ્લ્યુ" માથી "મેન ઇન ઓરેંજ" બની શકે છે

New Update
આજે ટિમ ઈન્ડિયા "મેન ઇન બ્લ્યુ" માથી "મેન ઇન ઓરેંજ" બની શકે છે

આઇ.સી.સી.ના નવા નિયમ અનુસાર કોઇ પણ મેચમાં, રમત દરમ્યાન બન્ને ટીમના ડ્રેસનો કલર એક સમાન હોવો જોઇએ નહીં. આ નિયમ ફૂટબોલના'હોમ અને અવે' મુકાબલામાં પહેરાતી જર્સીમાંથી પ્રેરિત થઇને આઇ.સી.સી.એ બનાવ્યો છે. આઇ.સી.સી. ટીમની ટી-સર્ટના રંગ બાબતે દર્શકોમાં મુંજવણ ના થાય એ હેતુથી આ નિયમ લાગુ કર્યો છે. વર્લ્ડ કપમાં ટિમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનના કપડાં નો રંગ એકબીજાને મળતો આવે છે.

વર્લ્ડ કપની અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઇન્ડિયા પોતાના અસલ બ્લ્યૂ કલરના બદલે ઓરેન્જ જર્સીમાં જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ યજમાન દેશની ટીમ હોવાથી તેને જર્સી બદલવી પડશે નહીં. તે દરેક મેચમાં પોતાના રાબેતા મુજબના રંગની જર્સીમાં જ રમી શકે છે.આ નિયમ આઈસીસી ની દરેક ટુર્નામેન્ટમાં લાગુ રહશે.પ્રથમ વાર "મેન ઇન બ્લ્યુ" માથી "મેન ઇન ઓરેંજ" ના લુકમાં ટિમ ઇન્ડિયા પોતાના ચાહકો સામે આવશે. તો સાથેજ ચાહકો માં પણ ટિમ ઇન્ડિયા ને અલગ રૂપમાં જોવાની ઉત્સુકતા છે.