/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-68.jpg)
આજે સોમનાથ પણ રંગાયા તિરંગાના રંગમાં, જુવો સોમનાથની સંધ્યા આરતી.
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/maxresdefault-68.jpg)
જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત બ્રિજની મુલાકાત લઈ સમારકામ અંગે જરૂરી સૂચનો કરાયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં મહત્વના 2 બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે ભારદારી વાહનો પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી જર્જરિત બ્રિજની મુલાકાત લઈ સમારકામ અંગે જરૂરી સૂચનો કરાયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી મહત્વના 2 બ્રીજ મેરિયા અને ઓરસંગ પસાર થાય છે. મેરિયા બ્રિજ બોડેલી સહીત આસપાસના ગામ અને મધ્યપ્રદેશને જોડતો બ્રિજ છે. આ બ્રિજ પરથી સતત વાહનોની અવરજવર રહે છે, ત્યારે અન્ય ઓરસંગ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બોડેલીને જોડતો બ્રિજ છે. આ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે. ઓરસંગ બ્રિજ ગત 1990-1991માં તૂટ્યો હતો, અને તેના 2 ભાગ થયા હતા. જેમાં એક ભાગ સરકાર દ્વારા નવીન બનાવવામાં આવ્યો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ 70 વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણ થયંા હતું. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ છે, અને સાવચેતીમાં ભાગરૂપે જર્જરિત બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનએ જાહેરનામું બહાર પાડ્યું છે. તેઓએ બ્રિજની મુલાકત લઈ સમગ્ર રૂટની માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.