/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/01-19.jpg)
પુરી સળગેલ હાલતમાં લાસ મળતા અનેક તર્કવિતર્ક
આમોદ મામલતદાર કચેરી નજીક મુકેલ કચરાપેટીમાંથી એક મહિલાની સળગેલ હાલતમાં લાસ મલતા તેના મોત અંગે અનેક તર્કવિતર્કો સર્જાવા પામ્યા હતા.
જંબુસર તાલુકાનાં વેડચ ગામનાં હરિજન વાસ ફળિયા નાં રહેવાશી જમના બહેન નાગજી ભાઈ સોલંકી ઉંમર વર્ષ અંદાજિત 80વર્ષ નાં મગજ અસ્થિર ધરાવતાં વૃદ્ધ મહિલા જે અસ્થિર મગજ ધરાવતા હોવાથી જંબુસર તાલુકા નાં વેડચની આસપાસ જુદા જુદા ગામ તેમજ સ્થર બદલતાં હોવાથી 4થી 5દિવસ થી આમોદ તાલુકા પંચાયત નવી નગરી ખાતે આવ્યા હતાં અને આજરોજ સવારે અંદાજિત 8થી 9સમય દરમિયાન આમોદ મામલત દાર કચેરીની બાજુમાં અને આંગણ વાડી ની સામે જાહેરમાં પોતાની શરીર ઉપ્પર કેરોસીન છાંટી લય કચરા પેટી પાસે આત્મ વિલોપન કરતાં સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયાની ફરિયાદી લક્ષમી બહેન નગીન ભાઈ આમોદ પોલીસ સ્ટેશને નોંધાવી અને આમોદ પોલીસે આમોદ નગર પાલિકાની સબવાહિનીની મદદથી મુત મહિલાને આમોદ રેફરલ હોસ્પિટલ પી. એમ અર્થે ખસેડાયા અને આગળ ની તપાસ આમોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પી. એસ. આઈ એમ. આર શકુરિયાં ચલાવી રહ્યાં છે.