/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/1.jpg)
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શુક્રવારે ટેમ્પો ટ્રાવેલર ગંગોત્રી હાઇવે પર આવેલ ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે 9 લોકોના મોત નિપજ્યા હતાં જ્યારે 5 વ્યક્તિઓ ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. 5 ગંભીર વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિનું દહેરાદુન ખાતે હોસ્પિટલમાં દરમિયાન મોત નિપજતા કુલ મૃત્યુ આંક 10 થયો હતો. આમ 10 વ્યકતીઓ પૈકી રાજકોટના વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. જ્યારે હજુ ત્રણ વ્યકતીઓ સારવાર હેઠળ છે.
ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના મૃતદેહોને દેહરાદૂનથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા છે. રાજ્યસરકારના પ્રયત્નોથી સીધા જ રાજકોટ એરપોર્ટ પર તમામ મૃતદેહોને લાવવામાં આવ્યા હતા. ત્યારે મૃતદેહો લાવવામાં આવી રહ્યા હતા તે પૂર્વે જ મૃતકોના પરિવારજનો અને પોલીસ કાફલો એરપોર્ટ પર હાજર હતો.
મૃતદેહો માટે અગાઉથી જ 108 એમ્બ્યુલન્સ અને શબવાહીનીની સુવિધા કરી દેવામાં આવી હતી. ગત રાત્રિથી જ મૃતકોના રાજકોટમાં રહેલા પરિવારને જાણ થતાં તેઓ હતપ્રત થઈ ગયા હતા.
એક મૃતકને અત્યારે અંતિમ વિદાય આપવામાં આવી છે. જ્યારે બાકીના તમામ મૃતકોની અંતિમ ક્રિયા સવારે 7:30થી 8 વાગ્યા વચ્ચે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ 8 પૈકી 7 મૃતદેહોને કોલ્ડસ્ટોરેજ માં રાખવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 6 વાગ્યે મૃતકના પરિવારજનો કોલ્ડસ્ટોરેજ રૂમ થી મૃતદેહને અંતિમ વિધિ માટે પોતાના ઘર લઇ જશે. જ્યાંથી તમામ મૃતદેહોના રામનાથ પરા સમશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તમામ મૃતક કડિયા જાતિના છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવતીકાલે મોડી સાંજે લઇ શકે છે મૃતકના પરિવારજનોની મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલ સાંજ થી રાજકોટની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે આવતીકાલે મોડિ સાંજે તેઓ મૃતકોના પરિવારજનો ને મળી તેમને સાંત્વના પાઠવે તેવી શકયતા પણ સેવાઇ રહેલી છે