Connect Gujarat
ગુજરાત

કંબોલા ગામ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

કંબોલા ગામ પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
X

આગામી રથયાત્રા પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુસર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઇસમોની વોચ માટે પેટ્રોલિંગમાં હતી. જે આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે હાલોલ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ સેંટ્રો કાર નંબર જી જે - ૦૬ - એલ એસ - ૧૬૯૨ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે સાવલી થઇ વડોદરા તરફ જનાર છે.

જે આધારે પોલીસ સાવલી પોલીસ મથકની હદમાં કંબોલા ત્રણ રસ્તા નજીક સાવલી- હાલોલ રોડ ઉપર સેન્ટ્રો ગાડીની વોચમાં હતી. દરમ્યાન બાતમીવાળી કાર આવતા કારને કોર્ડન કરી કારમાં બેસેલ બે ઈસમોને નીચે ઉતારી કારની સઘન તલાશી લેતા કારમાંથી વિવિધ માર્કાની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ૩૩ કિંમત રૂપિયા ૩૬,૫૦૦ બે મોબાઇલની કિંમત રૂપિયા દસ હજાર કારની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા ૧,૪૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોહનસિંહ રણવીર સિંહ શેખાવત તથા મયુરભાઇ બહાદુરસિંહ મિરોલા બંને રહે. વડોદરાનાઓની ધરપકડ કરી સાવલી પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ બંને ઈસમો વિરૂદ્ધ ગુનો રજિસ્ટર કરાવેલ છે.

Next Story