Connect Gujarat

કપિલ શર્મા પાસેથી લાંચ માંગ્યાના કેસમાં નવો વળાંક

કપિલ શર્મા પાસેથી લાંચ માંગ્યાના કેસમાં નવો વળાંક
X

જાણીતા સેલેબ્રિટી કપિલ શર્મા પાસેથી કથિત રીતે રિશ્વત માંગ્યાના મામલે આજે નવો વળાંક આવ્યો છે. કપિલ શર્મા પર રેસિડન્સી વિસ્તારમાં મંજૂર વિના કમર્શિયલ બાંધકામ કરવાનો આરોપ છે.

આ અંગે બૃહદ મુંબઇ મહાનગરપાલિકા દ્વારા કપિલ શર્માને નોટિસ પણ પાઠવવામાં આવી છે. કપિલ શર્માએ ટ્વિટ કરીને તેમની પાસેથી 5 લાખ રૂપિયા લાંચ માંગવાનો આરોપ લગાવ્યો હતો.

આ ટ્વિટ બાદ BMC પણ હરકતમાં આવી ગયું હતું. BMC તરફથી કપિલ શર્માને લાંચ માંગનાર અધિકારીનું નામ જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તે દોષિત હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પણ BMC જણાવ્યું છે.

BMC તરફથી સતર્કતા વિભાગના મુખ્ય એન્જિનિયર મનોહર પવારે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે કપિલ શર્માને લાંચ માંગનાર અધિકારીનું નામ જાહેર કરવા વિનંતિ કરી છે. જેથી, તેની વિરુદ્ધ તપાસ કરીને યોગ્ય પગલાં લઇ શકાય. આશા છે કે કપિલ શર્મા તે વ્યક્તિનું નામ જાહેર કરીને અમને સાથ આપશે.

કપિલ શર્મા પર લગાવવામાં આવેલા ગેર કાયદેસર બાંધકામ ફરિયાદ અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ BMCએ જણાવ્યું હતું.

Next Story
Share it