/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/asdsad.jpg)
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાને કારણે ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડાઇ રહ્યું છે. માઝૂમ, મેશ્વો બાદ વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલ માંથી સિંચાઇ માટે પાણી છોડાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. 5 ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તંત્રએ 35 ક્યુસેક પાણી છોડતા 200 હેકટરથી વધુ જમીનમાં ઉનાળુ ખેતીને જીવતદાન મળવાની શક્યતાઓ છે.
કેટલું પાણી છોડાયું?
પ્રથમ તબક્કો - 35 ક્યૂસેક
બીજો તબક્કો - 35 ક્યૂસેક
ત્રીજો તબક્કો - 35 ક્યૂસેક
અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો
માઝૂમ - 44%
મેશ્વો - 49%
વાત્રક - 16%
અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઉનાળાની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જો કે જિલ્લાના ત્રણેય ડેમમાં પાણીનો જથ્થો પુરતો હોવાથી પીવાના પાણીની સમસ્યા વર્તાવાની શક્યાતાઓ નહીંવત છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પૂરતું પાણી હોવાથી ખેડૂતો માટે રાહતના સમાચાર મળ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોની માંગ અનુસાર માઝુમ ડેમ બાદ વાત્રક જળાશયમાંથી સિંચાઇ માટે ત્રીજા તબક્કાનું પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. વાત્રક જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડાતા અંદાજિત 200 હેક્ટરમાં ફયદો થશે.