ગુગલની તેજ ડિજિટલ પેમેન્ટ એપ ભારતમાં લોન્ચ કરાઈ

New Update
ગુગલની તેજ ડિજિટલ પેમેન્ટ એપ ભારતમાં લોન્ચ કરાઈ

ગુગલે ભારતમાં તેની ગુગલ તેજ નામની યુપીઆઈ આધારિત પેમેન્ટ મેથડ લોન્ચ કરી છે, ભારતમાં ગુગલે લોન્ચ કરેલી આ પ્રથમ ડિજિટલ પેમેન્ટ એપ છે. જે દેશભરમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ મોબાઈલ ફોનનાં વપરાશકારો માટે ઉપલબ્ધ છે.

ગુગલ તેજ અન્ય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની જેમ જ કામ કરે છે, જે વપરાશકારને પેમેન્ટ કરવા અથવા તેમના બેન્ક એકાઉન્ટને આ એપ સાથે લિંક કર્યા બાદ સીધા નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.