/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Lite-App-Image.jpg)
યુઝર્સ ઈ-મેલ આઈડી વિના અને માત્ર મોબાઈલ નંબરથી તેની પ્રોફાઈલ રજિસ્ટર કરી શકશે
સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ માટેની સૌથી મોટી અને વિશ્વનીય ઓનલાઈન મેટ્રીમોની સાઈટ દ્વારા હવે વધુ એક નવું આયામ સર કર્યું છે. ઓનલાઈન પર પ્રાદેશિક ભાષાના યુઝર્સનું પ્રમાણ વધવાની સાથે તેની પહોંચ વધારવા માટે લીધું છે આ પગલું. ગુજરાતી ભાષા વાપરતા ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધીને 2.6 કરોડ થવાની અપેક્ષા સેવાઈ રહી છે. ત્યારે મોટ્રીમોની સાઈટ દ્વારા યુઝર્સ ફ્રેન્ડલી બનવા સાથે પોતાની લાઈટ એપ લોન્ચ કરી છે.
ગુજરાતીમાં પ્રાદેશિક એપ લોન્ચ કરતા મેટ્રીમોની.કોમના સ્થાપક અને સીઈઓ મુરુગવેલ જાનકીરામને જણાવ્યું હતું કે, ભારતમાં અંગ્રેજી બોલતું ઓડિયન્સ અંદાજે 175 મિલિયન છે. જયારે પ્રાદેશિક ભાષાના યુઝર્સની સંખ્યા 234 મિલિયન છે. વધુમાં વર્ષ 2021 સુધીમાં તે વધીને 536 મિલિયનને સ્પર્શી જવાની સંભાવના છે. તેથી અમારા માટે આ એક મોટી તક છે. વપરાશકારોને તેમની પ્રાદેશિક ભાષાનો વિકલ્પ પુરો પાડતા અમારી નગર વૃદ્ધિના આગામી પ્રવાહ પર છે.
એપનું એક મહત્વનું ફીચર યુઝર્સ ઈ-મેલ આઈડી વિના અને માત્ર મોબાઈલ નંબરથી તેની પ્રોફાઈલ રજિસ્ટર કરી શકે છે. પ્રાદેશિક ભાષાની એન્ડ્રોઈડ એપ લાઈટ વર્ઝન 3 સેકન્ડમાં એક એમબીથી ઓછો લોડ આપે છે અને તે બેઝિક એન્ડ્રોઈડ ફોન્સ પર પણ કામ કરે છે. તે રજી નેટવર્કસ પર પણ મહત્તમ અને અવિરત અનુભવ તથા સ્પીડ આપે છે. લાઈટ એપ પ્રાદેશિક ભાષાના વપરાશકારની મર્યાદિત ફોન સ્પેસ અને ડેટા પ્લાન્સ તેમજ ઈન્ટરનેટ નેટવર્ક અવરોધોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાઈ છે.
લાઈટ એપના યુઝર્સ સંભવિતો સાથે ચેટ કરી શકશે અને પર્સનલાઈઝ્ડ મેસેજીસ પણ મોકલી શકશે. આ ટ્રેન્ડ પર સવાર ભારતમેટ્રીમોની ગુજરાતી, તેલુગુ, હિન્દી, મરાઠી, કન્નડ, બંગાળી, તમીલ અને મલયાલયમ સહિતની આઠ પ્રાદેશિક ભાષાઓમાં વર્નાકયુલર લાઈટ એપ ઓફર કરનાર સૌપ્રથમ છે. હવ યુઝર્સ તેમની પ્રોફાઈલ રજિસ્ટર કરતી વખતે તેમની પસંદગીની ભાષા પસંદ કરી શકશે. ભાષાનો વિભાગ તેમને પ્રાદેશિક ભાષામાં નોટીફીકેશન્સ અને અપડેટ મોકલવામાં મદદરૂપ થશે.
વર્ષ 2017ના કેપીએમજી- ગુગલના રીપોર્ટ મુજબ વર્ષ 2021 સુધીમાં ભારતીય ભાષાઓના ઈન્ટરનેટ યુઝરનો બેઝ વિસ્તરીને 53.6 કરોડ થઈ જવાની સંભાવના છે. ભારતમાં ઈન્ટરનેટ પર સૌથી વધુ વપરાતી હોય તેવી ભાષાઓમાં તેલુગુ, હિન્દી, મરાઠી, બંગાળી અને કન્નડનો સમાવેથ થાય છે. દ્વિતિય અને તૃતિય સ્તરના શહેરોમાં ઈન્ટરનેટનો પ્રસાર, નીચો ડેટા ખર્ચ અને સ્માર્ટફોનના ભાવમાં થઈ રહેલા ઘટાડાએ ઓનલાઈન પર પ્રાદેશિક ભાષાઓના યુઝર વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.