ઘોઘંબાના પરોલી ધામ ખાતે કરાયું વિકલાંગ સહાયતા કેમ્પનું આયોજન

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પ્રસિદ્ધ એવા રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિર પરોલી ધામ ખાતે આવેલા નારાયણ ધામ સંકુલમાં વિકલાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક જિલ્લા સહિત બહારથી આવેલા ૭૦૦ થી વધુ દિવ્યાંગોને બગલઘોડી, વ્હીલ ચેર, તેમજ શ્રવણ યંત્ર નિશુલ્ક આપવામાં આવ્યા હતા.
ઘોઘંબા તાલુકાના પરોલી ખાતે રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિર ખાતે નારાયણ ધામમાં દિવ્યાંગ સહાયતા કેમ્પનું આયોજન ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ અમદાવાદ તથા શિવ શક્તિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોઘંબા તાલુકા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી શારીરિક અપંગતા ધરાવતા દિવ્યાંગો મોટી સંખ્યામાં આવ્યા હતા. અને સવારથી જ દિવ્યાંગ સહાયતા કેમ્પના સ્થળે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તેમજ ડોક્ટર દ્વારા શારીરિક તપાસ બાદ ૪૦૦ વ્હીલ ચેર, ૧૦૦ બગલ ઘોડી, અને ૩૦૦ શ્રવણ યંત્ર દિવ્યાંગોને આપવામાં આવ્યા હતા. વિકલાંગ કેમ્પને સફળ બનાવવામાં કિશોરભાઈ પંચાલ સહિતના માઈ ભકતોએ જેહમત ઉઠાવી હતી