/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/11/10277-rbi-5-reuters.jpg)
હાલમાં રજૂ થયેલ એક અહેવાલ પ્રમાણે જન ધન યોજના અંતર્ગતના ખાતાનો ઉપયોગ બિનહિસાબી નાણાંનો સંગ્રહ કરવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે જેના અનુસંધાનમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ યોજના અંતર્ગતના ખાતાઓની ઉપાડની મર્યાદા ઘટાડીને રૂ 10000 કરવામાં આવી છે.
RBI દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે જે ગ્રાહકનું ખાતું સંપૂર્ણપણે KYC સુસંગત છે તેવા ધારકો મહિનામાં 10000 ની મર્યાદામાં રકમ ઉપાડી શકશે. શાખા મેનેજરોને જરૂરી દસ્તાવેજીકરણ કરીને આ મર્યાદા ઉપરની રકમ ધારકને ઉપાડવા માટેની પરવાનગી આપવામાં આવી છે.
જયારે KYC સાથે સુસંગત ન હોય તેવા ખાતા માટે 9 નવેમ્બર પછી જમા થયેલ રકમ પરની ઉપાડ મર્યાદા રૂ 5000 કરવામાં આવી છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ગ્રામીણ લોકો અને ખેડૂતો ના ખાતાઓને બેનામી મિલકતના વ્યવહારો અને મની લેન્ડરિંગ જેવી ગેરકાનૂની પ્રવૃતિઓ સામે રક્ષણ આપવાનો છે.
આ અગાઉ પણ સરકાર દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવી હતી કે તેમના જન ધન ખાતાનો ઉપયોગ બિન હિસાબી રોકડને છુપાવવા માટે થઇ શકે છે.
નાણામંત્રાલય દ્વારા જન ધન ખાતામાં રૂપિયા જમા કરાવવાની મહત્તમ મર્યાદા રૂ 50000 સુધી રાખવામાં આવી હતી.