/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-2-5.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા અને આમોદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો સમરસ બની છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને ગામમાં રાજકીય ચહલપહલનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સારણ ગામના સ્થાનિક આગેવાનો અને લોકોની સમજદારીના પરિણામે ગ્રામ પંચાયત રાજકીય રીતે લડી ને નહિ પરંતુ સરપંચ અને સભ્યો પર વિશ્વાસ કેળવીને સમરસ બનાવી છે.
જેમાં સરપંચ પદે જશીબેન રાઠોડ સહિત આંઠ મહિલા સભ્યોની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી છે, અત્યાર સુધી માત્ર ગૃહિણી તરીકેનું જીવન વ્યતિત કરતી મહિલાઓના હાથમાં ગામના ઉદ્ધારનું કાર્ય સોંપવામાં આવ્યુ છે, અને ગ્રામ પંચાયતમાં બિન હરીફ પસંદગી પામનાર સરપંચ સહિત મહિલા સભ્યોએ ગામમાં મહિલાઓને લગતી સમસ્યા પર પુરતુ ધ્યાન આપીને તેના નિરાકરણ સહિત ગામના વિકાસ ક્ષેત્રે કાર્ય કરી ને શ્રેષ્ઠ ગામનું નિર્માણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જયારે બીજી તરફ આમોદ તાલુકાની 44 ગ્રામ પંચાયતો માટે 636 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે સરપંચ માટે 129 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી ત્રણ ગામો સિમરથા, સોજામા, અને અડવાલા ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે.