Top
Connect Gujarat

જામનગર:મધર્સ ડે નિમિતે કરાયું પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ

જામનગર:મધર્સ ડે નિમિતે કરાયું પક્ષીઓના માળા અને પાણીના કુંડાનું વિતરણ
X

ઉનાળા ની અસહ્ય ગરમી માં મૂક પક્ષીઓને પાણી મળે તેવા હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું

જામનગર શહેર અને જિલ્લા માં અંદાજે 5000 થી વધુ માળા અને કુંડા નું વિતરણ કરવામાં આવ્યું છે

બર્ડસિટી તરીકે જાણીતા જામનગર માં આજે મધર્સ ડે નિમિતે પક્ષીઓના માળા ના વિતરણ નું આયોજન સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ બહોળી સંખ્યા માં શહેરીજનોએ એ લાભ લીધો હતો.

જામનગર માં ગત વર્ષ માં ઓછા વરસાદ ના કારણે પીવાના પાણી ની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે ત્યારે શહેર ના માનવીઓ તો કોઈ ને કોઈ રીતે પાણી ની પોતાની વ્યવસ્થા કરી લે છે કાળઝાળ ગરમી માં મૂંગું પક્ષી કેવીરીતે પોતાની વ્યવસ્થા કરે? ત્યારે જામનગર ની સાત રસ્તા પાસે આવેલી સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીના માળા નું વિનામુલ્યે વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર બર્ડસિટી તરીકે પણ જાણીતું છે. ત્યારે દેશ વિદેશ ના હજારો કિલોમીટર દૂર નો પ્રવાસ કરીને અનેક પક્ષીઓ જામનગરના મહેમાન બને છે અને આ પક્ષીઓને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા હેતુસર સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ ના સંચાલક કેતનભાઈ દ્વારા પાણીના કુંડા અને ચકલીના માળા ના વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર ની જનતા પણ પક્ષીપ્રેમી હોવાથી આ આયોજન નો ખૂબ લાભ લીધો હતો અને સવાર થી જ વિતરણ સ્ટોલ પર આવી ચકલી ના માળા અને કુંડા હોંશભેર પોતાના ઘેર લઈ ગ્યાં હતા જામનગર શહેર અને જિલ્લા માં કેતનભાઈ દ્વારા અંદાજે 5000 થી વધારે પાણી ના કુંડા અને માળા નું વિતરણ કરવામાં આવ્યું છે

Next Story
Share it