Top
Connect Gujarat

જીઆઇડીસીનાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

જીઆઇડીસીનાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ
X

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનનાં ચાર અધિકારીઓને વાપીમાં ફરજ દરમિયાન વોટર સપ્લાય સ્કીમ હેઠળ ગોબાચારી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

જાણવા મળ્યા મુજબ વાપીમાં વોટર સપ્લાય સ્કીમ હેઠળ પંપ રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે જે તે સમયે વાપી GIDCમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા આ કામગીરી કિર્લોસ્કર કંપનીને આપવામાં આવી હતી, અને પંપનું ઈન્સ્ટોલેશનનું કામ કંપની ફ્રીમાં કરીને તેનું એનર્જી સેવિંગ જે કંઈ પણ હોય તે કિર્લોસ્કરને મળે તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું હતુ.

જોકે વાપી GIDCમાં જેતે સમયે ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા આ કામગીરીની કોઈજ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી, અને આ અંગેની ફરિયાદો ઉઠતા જેતે સમયે વાપી GIDCમાં ફરજ બજાવતા અધિકારીઓ દિગ્વિજયસિંહ પરમાર, એ.કે. પટેલ, એન.વી. પટેલ, અને ડિ.એમ.પટેલ સામે GIDCમાં ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવી હતી, અને GIDCનાં વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડિ.થરા દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે GIDCની આ તપાસ પ્રક્રિયા દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવેલ અધિકારીઓનાં કોઈપણ જવાબો લેવામાં આવ્યા ન હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, તેથી અધિકારીઓ દ્વારા આ મામલને કોર્ટમાં પણ પડકારવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story
Share it