જુઓ મોડાસાના સગરવાડા-કુંભારવાડા વિસ્તારમાં 8 મહિના પછીની શું છે સ્થિતિ?

New Update
જુઓ મોડાસાના સગરવાડા-કુંભારવાડા વિસ્તારમાં 8 મહિના પછીની શું છે સ્થિતિ?

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજથી બરોબર આઠ મહિના પહેલા જિલ્લા પ્રભારી મંત્રીએ ગાંધી જ્યંતિના દિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું, તે જ સ્થળ આજે ગંદકીના ઢગમાં ફેરવાઈ ગયું છે

મોડાસાના કુંભારવાડા તેમજ સગરવાડા વિસ્તારમાં ગંદકીએ જાણે ઘર કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.એટલું જ નહીં આજથી આઠ મહિના પહેલા એટલે કે, બીજી ઓક્ટોબર ગાંધી જ્યંતિના દિવસે તંત્રએ દેખાડો કરવા માટે સગરવાડા વિસ્તારમાં સાફ-સફાઈ કરીને ગંદકી દૂર કરી હતી, તે જ સ્થળની દશા આજે કંઇક આવી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનું માનીયે તો, પાલિકા દ્વારા સાફ-સફાઈ તો કરાય છે પણ, જેસીબી દ્વારા બીજેથી કચરો લાવીને આ જગ્યાએ ઠાલવી દેવાય છે. જેથી ગંદકી ઓછી થવાને બદલે વધે છે અને રોગચાળો ફાટવાની દહેશત ના કારણે સ્થાનિક લોકોની માંગ છે કે, આ સ્થળને સત્વરે સાફ કરીને ગંકી દૂર કરવામાં આવે

Latest Stories