Top
Connect Gujarat

જુનાગઢમાં થયેલ પત્રકારોના હુમલા અંગે કચ્છ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

જુનાગઢમાં થયેલ પત્રકારોના હુમલા અંગે કચ્છ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
X

જુનાગઢમાં થયેલ પત્રકારોના હુમલા અંગે પત્રકારોમાં રોષ

પત્રકારોના હુમલા અંગે કચ્છ અધિક કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું

પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કરાઇ માંગ

લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર જગતના કર્મચારીઓ ગઈકાલે જુનાગઢમાં ન્યૂઝ કવરેજ કરી રહ્યા હતા. ત્યારે વગર વાંકે પોલીસ કર્મચારીઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો। હતો. આ ઘટનાના રાજ્યના પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

ત્યારે આ લાઠીચાર્જ ઘટનામાં સંડોવાયેલા તમામ.પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કચ્છનાં પત્રકારોએ કરી છે.આ મામલે પોલિસ વડા સૌરભ તોલંબિયા અને અધિક કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું છે.

Next Story
Share it