જુનાગઢ: ઉબેણ નદીમાં પ્રદુષિત ઝેરી પાણી આવતા ગ્રામજનો માટે બની મોટી સમસ્યા

New Update
જુનાગઢ: ઉબેણ નદીમાં પ્રદુષિત ઝેરી પાણી આવતા ગ્રામજનો માટે બની મોટી સમસ્યા

જેતપુર ડાઇંગ અને પ્રિન્ટીંગ ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી થી પરેશાની

ઉબેણ અને ઓજાતના કાંઠાના વિસ્તારોમાં ચાલી રહ્યા છે ગેરકાયદેસર વોશિંગ ઘાટ

સંવેદના ટ્રસ્ટ અને વોઇસ ઓફ જુનાગઢ દ્વારા ઉબેણ નદિમાં પ્રદુષિત પાણી છોડવાનુ બંધ કરવા કલેક્ટરને આવેદન અપાયું હતું.

જુનાગઢ તાલુકા ના ઝાલણસર ગામે આવેલ ઉબેણ નદિમાં સાડી ઉધોગ નુ પ્રદુષિત પાણી છોડવામાં આવતુ હોય ત્યારે આ પ્રદુષિત પાણી આસપાસના વિસ્તારમાં પણ નુકશાનકારક છે. હાલ તો ઝાલણસર ગામ અને આસપાસના ગામમાં બધાને ચામડીના રોગ પણ થવા લાગ્યા છે અને ૬૦ ટકા લોકોને આંતરડામાં પણ ઇન્ફેકશન લાગી ગયા છે.

પશુ પક્ષી ઓ પણ રોગચાળાના ભરડામાં છે. ત્યારે ખેતીપાક ને પણ નુકશાન થઈ રહ્યું છે.અને ઉબેણ નદીના કાંઠાના વિસ્તારોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. જો તંત્ર ગેરકાયદેસર વોશિંગ ઘાટ બંધ નહીં કરાવે તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. તો તંત્ર તાત્કાલિક આ પ્રદુષિત પાણી નદિમાં આવતુ બંધ કરાવે તેવી માંગણી ઝાલણસર અને આસપાસ ના ઘણા ગામોના લોકોએ કરી છે.