New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/2-10-e1566141332959.jpg)
મુંબઈ અને દિલ્હીને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ કરજણ ટોલ પ્લાઝા પાસે રવિવારે સાંજે ટ્રાફિક જામના દ્રસ્યો જોવા મળ્યા હતા.
નેશનલ હાઇવે ઉપર વાહનોના વધી રહેલા ભારણ અને વરસાદી માહોલના કારણે ટ્રાફિક જામ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા અને સુરત તરફની લેનમાં સેંકડો વાહનોના પૈડાં થંભી ગયા હતા. વાહન વ્યવહાર બંધ થતાં વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. પરંતુ રક્ષાબંધનની રજાઓ પૂર્ણ થતાં તેમજ નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસે ગયેલા હજારો લોકો પોતાના ઘર તરફ જતાં આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.