ડભોઇ ફરતિકુઇની દર્શન હોટેલની ગોઝારી ઘટનામાં ૭ ના મોત

New Update
ડભોઇ ફરતિકુઇની દર્શન હોટેલની ગોઝારી ઘટનામાં ૭ ના મોત

ડભોઇના ફરતિકૂઈની દર્શન હોટેલમાં આવેલા ખારકૂવાની સફાઈ કરવા ઉતરેલા થુવાવી ગામના ૪ મજૂરો તેમજ હોટેલના ૩ સહિત કુલ ૭ ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

ખારકુવામાં ગેસના કારણે શ્વાસના લેવાતા એક પછી એક ના મોત નીપજ્યા હતા. તેમની લાસો ને બહાર કાઢવા ડભોઇ નગર પાલિકા પાસે પૂરતી સામગ્રી ના હોય વડોદરા ના ફાયર સ્ટેશન ની મદદ લઈ ૬ કલાક ની ભારે જહેમત બાદ રેસક્યું કરી કાઢવામાં આવી હતી.

ડભોઇના મામલતદાર ,પી.આઇ, ડી.વાય.એસ.પી.સહિતના ઓ ઘટના સ્થળે હાજર રહી પોતાની ફરજ બજાવી હતી ધારાસભ્ય સૈલેશ સોટ્ટાને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક દોડી આવી સરકાર મા જાણ કરી જે કોઈ દોષિત હશે એની સામે ચોકકકસ પગલાં ભરવામાં આવશે તેમજ જે લોકો ના મોત નીપજ્યા છે તેઓને પણ સરકાર તરફથી સહાય મળે તે માટે મુખ્મંત્રીશ્રીને જાણ કરી હતી.