/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-21.jpg)
એક જુલાઈ એટલે ડોક્ટર્સ ડે, સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારે ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે ડોક્ટર ડેની ઉજવણી કરાઈ હતી. કે.જીના બાળકોએ શિક્ષકો સાથે મળીને ડોક્ટર્સ ડેની ઉજવણી કરી હતી. કલરવ શિશૂ વિકાસ કેન્દ્રના બાળકો અને સ્ટાફ દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલની મુલાકાત કરી હતી અને ડોક્ટર્સને ગુલાબનું ફૂલ અને સન્માન પત્ર આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
અરવલ્લી જિલ્લામાં આ પ્રકારની અનોખી ઉજવણી પ્રથમવાર કરવામાં આવતા ડોક્ટરો દ્વારા બાળકોની આ પ્રકારની ઉજવણીને આવકારી હતી. બાળકો અને શિક્ષક સ્ટાફની વિવિધ ટીમ બનાવાઈ હતી, અને વિવિધ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મોડાસાના તાલુકા હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓને બાળકોએ ગુલાબનું ફૂલ આપી સન્માન કરતા સ્ટાફ પણ પ્રત્સાહિત થયો હતો, અને બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં ડોક્ટર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવી હતી.