/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/vvvv.jpg)
આજે દમણ આદિવાસી સમાજ દ્વારા દમણ માં વિશ્વ આદિવાસી દિવસ ઉજવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1994માં 9મી ઓગસ્ટના દિનને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવામાં નકકી કરવામાં આવ્યુ. તે દિવસથી 9 મી ઓગસ્ટના દિનને આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવાઈ છે.
આજે દમણમાં પણ દમણ આદિવાસી સમાજ દ્વારા આ દિને સ્વામી વિવેકાનંદ સભાગરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્ય્રક્રમમાં પ્રદેશ સાંસદ લાલુભાઇ પટેલ, દમણ સમાહર્તા રાકેશ મિન્હાસ, ઉપ સમાહર્તા ચાર્મી પારેખ પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ, ગોપાલ દાદા અને અનીય અગ્રણી ઉપસ્તિથ રહિયા હતા . દમણ આદિવાસી સમાજ દ્વારા મેહમાંનું તુલસીના છોડ આપીને અનોખું સ્વાગત કરવામાં આવ્યુ.
દમણ આદિવાસી સમાજના પ્રમુખ ધીરુભાઈ ધોળીએ સમાજના તમામ લોકોને આહવાન કર્યું કે સમસ્ત આદિવાસી સમાજને એક તિર એક કમાન આદિવાસી એક સમાનની જેમ એક થઇને રેહવું અને પોતાનો ધર્માંતર કરવો નહિ જો કોઈ વ્યક્તિ ધર્માંતર કરશે. તો તેનો આદિવાસી તરીકેના તમામ હક છીનવાઈ જશે. આ પ્રસંગે સમાજના સારા ટકા ધરાવતા વિધાર્થીઓને સર્ટિફિકેટ વડે પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આવેલા સમાજના લોકોને દમણ વનવિભાગ દ્વારા એક એક છોડ આપવામાં આવ્યા.