/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/bhar-e1563082528896.jpg)
રૂપિયા ૨૮૬૫૭૦/- નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી
દહેજ પોલીસે ઓપેલ કંપની સામે પાના પત્તાનો જુગાર રમતા ૧૪ ખેલીઓને ઝડપી પાડયા હતા.પોલીસે દાવ પરના અને અંગઝડતીના,મોબાઈલ સહિત મોટર સાયકલ મળી અઢી લાખથી વધુનો મુદ્દામાલ લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દારૂ - જુગારની બદી ને નેસ્ત નાબુદ કરવા પોલીસે બુટલેગરો અને જુગારીયાઓ પર ગાળિયો ફિટ કર્યો છે.દહેજ પોલીસ મથકના પોસઇ આર એસ રાજપૂત અને એસ એન પાટીલ તેમજ એ.એસ.આઈ. રમેશભાઈ ને સુવા સ્થિત ઓપેલ કંપની સામે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.જે સંદર્ભે દહેજ પી.આઈ જે.એન.ઝાલાએ જુગાર પર રેડ કરવાની સૂચના આપી હતી.
પોલીસે ઓપેલ કંપની સામે આવેલ બાવળીની ઝાડીઓમાં પાના પત્તાનો જુગાર રમતા ૧૪ ખેલીઓમાં અરવિંદ લક્ષ્મણ પટેલ, રહે.દહેજ,પ્રવીણ ભીખા પટેલ, રહે.દહેજ,ગૌતમ નવીન ગોહિલ,રહે.દહેજ,રમેશ રાયસંગ ગોહિલ,રહે લખીગામ,પંકજ જવાન પટેલ,રહે લખીગામ,શનુ છીતુ પઢીયાર,રહે દહેજ-વાડિયા,ગૌતમ બાબર પઢીયાર,રહે લખીગામ,દશરથ છોટાલાલ મકવાણા,રહે લખીગામ,ધર્મેન્દ્ર રાયજી પટેલ,રહે જાગેશ્વર,આકાશ ભીમસિંહ ચોહાણ, રહે જાગેશ્વર,મહેશ રાયજી ગોહિલ,રહે સુવા,રાજુ ભીખા ગોહિલ,રહે લખીગામ,રાહુલ સુરેશ રાઠોડ,રહે, દહેજ,દિનેશ બકોર મકવાણા,રહે.દહેજને ઝડપી પાડયા હતા.દાવ પરના રૂપિયા ૪૦૦૦/-,તમામની અંગ ઝડતીના રૂપિયા ૧૧૮૫૭૦/- ,મોબાઈલ નંગ ૧૧ કિં. ૬૪૦૦૦/- તેમજ મોટર સાયકલ પાંચ કિંમત ૧૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૮૬૫૭૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથધરી હતી. પોલીસે ૧૪ જુગારીઓને ઝડપી પાડતા દહેજ પંથકમાં જુગાર રમતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.