New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/03-1.jpg)
ધોરાજીમાં આગામી ૪૮ કલાકમાં વાવાઝોડાની શક્યતા છે ત્યારે ધોરાજીની પ્રાઈવેટ કહેવાતી હોસ્પિટલ એવી તેલી હોસ્પિટલ દ્વારા લોકોને વાવાઝોડા દરમ્યાન કોઈ પણ ઘાયલ વ્યક્તિઓને સારવારની આકસ્મિક જરૂરિયાત પડે તો તેલી હોસ્પિટલ દ્વારા દરેક પ્રકારની સારવાર તદ્દન નિશુલ્ક આપવામાં આવશે તથા વાવાઝોડા દરમિયાન તેલી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ સેવા પણ નિશુલ્ક આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ વાંચ્યા બાદ વાવાઝોડા દરમ્યાન કોઈપણ વ્યક્તિઓને મદદની જરૂર પડે તો ધોરાજીની તેલી હોસ્પિટલનો સંપર્ક સાધવો. તેમ તેલી હોસ્પિટલના ટ્રસ્ટી મુનાફભાઈ નુરાનીએ જણાવ્યું હતું.