નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોમાં રોષ 

New Update
નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોમાં રોષ 

રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોએ રોષ ઠાલવી, ભરૂચ જિલ્લા માટે એક મજાક સમાન નિર્ણય ગણાવ્યો હતો. મૃતપાય અવસ્થામાં પહોંચી ગયેલ નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાથી કોઈ ફરક પાડવાનો નથી,કે દરિયાનું ખારાશ વાળું પાણી દૂર થવાનું ન હોવાથી ભરૂચ જિલ્લા માટે 1500 ક્યુસેક પાણી એક લીટી સમાન છે.

નર્મદા નદીમાં છેલ્લા કેટલાક વર્ષોથી દરિયાના પાણીએ ભરડો લીધો છે, ખારા પાણીના કારણે કાંઠા વિસ્તારના ગામોને ભારે અસર થવા પામી છે,મત્સ્ય ઉદ્યોગ,સિંચાઈ પર ભારે અસર થવા પામી છે, ઘણી વખત નર્મદામાં પાણી છોડવા બાબતે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામો ખેતી તેમજ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાથી છેલ્લા ઘણા સમયથી નર્મદા નદીમાં પાણી ન હોવાના કારણે માઠી અસર થવા પામી છે, ખેડૂતો પાયમાલ અવસ્થામાં આવી ગયા છે, નર્મદા નદી મૃતપાય અવસ્થામાં આવી જતા કાંઠા વિસ્તારના ગામોના ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે, આ વિસ્તારના ખેડૂતો મોટા ભાગે બોરવેલ દ્વારા ખેતી કરતા આવ્યા છે, ત્યારે ઘણા સમયથી નર્મદા સૂકી ભઠ થતા બોરવેલના ભૂગર્ભ જળ નીચે જતા બોરવેલ ફેલ થવા ના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગયા છે, ખાસ કરીને દરિયાના પાણીએ નર્મદામાં ભરડો લેતા ખારાશ વાળું પાણી ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તાર સુધી પહોંચી જતા સમગ્ર નદી દરિયો બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જયુ છે.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવાના નિર્ણંય બાબતે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે, 1500 ક્યુસેક પાણી વિશાળ નર્મદા નદીમાં એક લીટી સમાન પણ ગણી શકાય તેમ છે. આ પાણી છોડવાથી નદી માંથી દરિયાનું ખારાશ વાળું પાણી દૂર નથી થવાનું, જેથી વધુ માત્રા માં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો એ માંગ કરી છે.

Latest Stories
    Read the Next Article

    અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

    સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

    New Update
    Seventh Day School Khokhra

    અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

    Seventh Day School Khokhra

    મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

    ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.

    Latest Stories