ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ
32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ
ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર
દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા
પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું
કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલ‘ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.
કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોય, ત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' તરીકે જાહેર કરવામાં આવી છે.
આ વિસ્તારમાં'એવિસેનીયા મરીના' નામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથી, પરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગો, હેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.