Top
Connect Gujarat

નેત્રંગના મોદલીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં SRP જવાનનું ઘટનાસ્થળ ઉપર મોત

નેત્રંગના મોદલીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં SRP જવાનનું ઘટનાસ્થળ ઉપર મોત
X

  • બંન્ને મોટરસાઈકલ સામસામે અથડાતા SRP જવાન મોતને ભેટ્યો, અન્ય ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થ ખસેડાયા,
  • ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડયા, બંને વાહનોના ફુરચેફુરચા ઉડી ગયા, પોલીસતંત્રએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી,

નેત્રંગના મોદલીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં એસ.આર.પી. જવાનનું ઘટનાસ્થળ ઉપર કરૂણ મોત નિપજ્યું હતું.

નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના પાટીયા પાસે સવાના ૧૧ વાગ્યાની આસપાસ મહેન્દ્રભાઈ જ્યંતિભાઈ વળવી (રહે. પલસાડા તા. સાગબારા) પોતાની મોટરસાઈકલ નં ઃ- જીજે-૧૯-ઈ-૮૭૧૭ લઈને પસાર થઈ રહ્ના હતા, જે દરમિયાન સામેછેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા મોટરસાઈકલ નં : જીજે-૧૬-બીએમ-૬૧૩૧ ના ચાલકે ટક્કર મારતા SRP જવાન મહેન્દ્રભાઈ વસાવાને કપાળ, માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને પણ ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે બીજી બાજુએ નેત્રંગના મોદલીયા ગામે ગમખ્વાર અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર રાહદારી, વાહનચાલકો સહિત લોકટોળા ઉમટી પડતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, અને અકસ્માતના પગલે બંને મોટરસાઈકલના ફુરચેફુરચા ઉડી ગયા હતા. જ્યારે નેત્રંગ પોલીસતંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં અકસ્માત અંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Next Story
Share it