New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/palej.jpg)
પાલેજ પંથકના ગ્રામીણ વિસ્તારોમાં સાંજના સુમારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધકાર છવાઇ ગયો હતો અને જોતજોતામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.
વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે ભરૂચની હિંગલ્લા ચોકડી પાસે ધોધમાર વરસાદ ખાબકી પડતા માર્ગ પર પાણી રેલાયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. કાળઝાળ ગરમીમાં શેકાઇ રહેલા લોકોને વરસાદથી રાહત મળવા પામી હતી.વાતાવરણ જોતાં હજી પણ વધુ વરસાદ પડે એમ લાગી રહ્યું છે.