/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Screenshot_20190727_165937.jpg)
સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીના શાંતિના વિચારો સમગ્ર વિશ્વમાં વ્યાપે તે માટે આંતરરાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૨મી જુલાઇના શરૂ થયેલી આ પદયાત્રા આજે વહેલી સવારના બનાસકાંઠા જિલ્લાના ઢુવા ખાતે પહોંચી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશો પાઠવવા માટે આંતર રાષ્ટ્રીય વિશ્વ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.. આ પદયાત્રામાં દેશ વિદેશમાથી ગાંધી વિચાર ધારા ધરાવતા લોકો જોડાયા છે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા પણ આ પદયાત્રામાં જોડાઈને દેશ અને દુનિયામાં શાંતિનો સંદેશ પાઠવી રહ્યા છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, હોલેન્ડ તથા જાપાનમાથી આવેલા લોકો પણ આ પદયાત્રામાં જોડાયા છે. પદયાત્રાની આગેવાની કરી રહેલા પ્રેમકુમાર દ્વારા યોજાયેલી આ પદયાત્રામાં કળા અને સાહિત્ય ઉપરાંત સંગીત ક્ષેત્રના લોકો પણ જોડાયા છે. આજે ડીસા નજીક આવેલા ઢુવાથી શરૂ થયેલી આ પદયાત્રામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા.. ઢુવાથી પ્રસ્થાન થયેલી આ પદયાત્રા પાલનપુર તાલુકાનાં સામઢી, રાણાજીવાસ, મોટાવાસ, નાઢાણીવાસ સુધી પહોંચી હતી. ગાંધીના ૧૧ મહાવ્રત પૈકીના સર્વધર્મ સમભાવનો સંદેશો પાઠવી રહેલી આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.