બોલીવુડની લૈલા સની લિયોન ટૂંક સમયમાં બનશે માતા

New Update
બોલીવુડની લૈલા સની લિયોન ટૂંક સમયમાં બનશે માતા

બોલીવુડમાં લૈલા તરીકે ખ્યાતનામ બનેલી અભિનેત્રી સની લિયોન બાળક દત્તક લેવા અથવા સરોગસી દ્રારા માતા બનવાની વાત જણાવી છે. તે અત્યારે શારીરિક રીતે પોતાને માતા બનવા માટે ફિટ નથી માનતી, પંરતુ તે ટુંક સમયમાં બાળકને દત્તક લેશે અથવા સરોગસી દ્રારા પોતાના પહેલા સંતાનને જન્મ આપશે એવી મીડિયા દ્રારા જાણકારી મળી હતી.

ફિલ્મ બાદશાહોમાં સનીનું એક આઈટમ સોંગ છે, આ ફિલ્મના પ્રમોશન દરમિયાન સનીએ જણાવ્યું હતું કે મને બાળકો ખુબ જ ગમે છે. હું ટુંક સમયમાં તમારી સામે એક બાળક સાથે જોવા મળીશ , મારે અત્યારે કારકિર્દીમાં આગળ આવવું છે અને તેથી મારે શારીરિક રીતે માતા બનવાની યોજના નથી