/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/padmavati-renamed-to-padmavat-passed-with-ua-certificate-750-1514630410-1_crop.jpg)
ફિલ્મ પદ્માવતી સાથેનાં વિવાદનો અંત આવી ગયો છે ,તેમજ સીબીએફસી બોર્ડની વિશેષ સમિતિએ ફિલ્મને ૨૬ કટ સાથે યુએ સર્ટિફિકેટ આપવાની વાત અહેવાલમાં જણાવી દીધી છે. ફિલ્મનું નામ પદ્માવતીનાં સ્થાને પદ્માવત કરાયુ છે. તેમ જ ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની બિગ બજેટ ફિલ્મ નવા વર્ષે રિલીઝ થવાની છે.
ફિલ્મનાં શીર્ષક સાથે અન્ય બે શરતો ડિસ્કલેમર મૂકવાની તેમ જ ઘૂમર ગીતના સ્થાને અન્ય ગીત મૂકવાની વાત ફિલ્મ મેકરોએ માની લીધી છે. ભણસાલીની આગામી 180 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલી બિગ બજેટ ફિલ્મ રાણી પદ્માવતીની રિલીઝને યુ એ સર્ટિફિકેટ સાથે મંજૂરી મળી ગઇ છે.
ફિલ્મનાં વિરોધને જોતા ફિલ્મ પદ્માવતીનું નામ બદલાઇ ગયુ છે. જે પદ્માવતીના સ્થાને પદ્માવત હશે એવા અહેવાલો છે. ફિલ્મમાં 26 કટ થયા બાદ ફિલ્મને યુ એ સર્ટિફિકેટ સાથે વહેલી તકે રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર તૈયાર થયા છે. ફિલ્મનું નામ તેમ જ ઘૂમર ગીતના સ્થાને અન્ય ગીત મૂકી ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી સીબીએફસી બોર્ડ આપશે એવા અહેવાલો સામે આવી રહયા છે.