ભરૂચના કસક વિસ્તારમાં થઈ ૨.પ૯ લાખની મત્તાની ઘરફોડ ચોરી

New Update
ભરૂચના કસક વિસ્તારમાં થઈ ૨.પ૯ લાખની મત્તાની ઘરફોડ ચોરી

ભરૂચના કસક સર્કલ પાસે મુખ્ય રોડ પર અડીને આવેલ એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરનું તાળું તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ર,પ૯,પ૦૦ની મત્તાનો હાથફેરો કરી ફરાર થઈ જતા મામલો સી–ડિવિઝન પોલીસ મકથે પહોંચ્યો હતો.

પ્રા. માહિતી અનુસાર યાસીન અહમદભાઇ પટેલ ભરૂચના કસક વિસ્તારમાં મોબાઇલ શોપ ‘ફૈઝ મોબાઈલ’ ધરાવે છે. અને મોબાઇલ શોપની બરાબર ઉપર જ તેમનું રહેઠાણ પણ છે. ગુરૂવારના રોજ રાબેતા મુજબ દુકાન બંધ કરી તેઓ પરિવાર સાથે ઉપરના માળે સુતા હતા. રાત્રિ દરમિયાન તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘુસી તસ્કરોએ તિજારી માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૨,પ૯,પ૦૦ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે યાસીન ભાઈએ સી–ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ઘનિષ્ઠ તપાસ કરી તસ્કરોનું પગેરૂં શોધવા ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તસ્કરો સુધી પહોંચવાની કવાયત હાથ કરી છે.