ભરૂચના નિઃસંતાન દંપતીએ 7 માસના બાળકને દત્તક લેતાં લાગણીસભર માહોલ સર્જાયો

New Update
ભરૂચના નિઃસંતાન દંપતીએ 7 માસના બાળકને દત્તક લેતાં લાગણીસભર માહોલ સર્જાયો

ભરૂચના શિશુગૃહમાંથી એક નિઃસંતાન દંપતીએ 7 માસના બાળકને દત્તક લઈને માતા પિતાના પ્રેમની અમી વરસાવતા લાગણીસભર માહોલ સર્જાયો હતો.

2e5d2393-0109-440b-8d15-8f726aaea16d

ભરૂચના એક નિવૃત આર્મી ઓફિસર રિટાયર થયા બાદ દહેજ ખાતે એક ઉદ્યોગમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પત્ની તબીબ તરીકેની પ્રેક્ટિસ કરે છે. આર્થિક સહિત બધીજ રીતે સુખીસંપન્ન દંપતીના ઉપવનમાં એક માત્ર સંતાનની ખોટ તેઓને દુઃખી કરી રહી હતી. તેથી તેઓએ ભરૂચ શિશુગૃહમાંથી એક બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું હતુ.

51564081-9f17-4496-ae07-0b59081ad278

ત્યારબાદ તે અંગેની જરૂરી કાર્યવાહી કરીને આ દંપતીએ બાળગૃહમાંથી 7 મહિનાના ધ્રુવ નામના બાળકને દત્તક લીધુ હતુ. આ પ્રસંગે ચાઈલ્ડ વેરફેર કમિટી ભરૂચના ચેરમેન રાજેન્દ્ર સુતરીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બી.આર.મકવાણા અને મેનેજર કોર્ડીનેટર મલ્કેશ પ્રજાપતિ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ed8afd1f-682c-4ea4-8f0c-18bdb67d5a81

ધ્રુવને દત્તક લેવાના કારણે તેને માતાનો પ્રેમ અને પિતાનું વાત્સલ્ય મળ્યુ હતુ. જયારે દંપતીના સૂના ઉપવનમાં એક બાળ ફૂલ ખીલતા તેઓ ભાવવિભોર બની ગયા હતા. તેટલુ જ નહી શારીરિક તકલીફથી પીડાઇ રહેલા આ બાળકની યોગ્ય સારવાર કરાવીને તેને સ્વસ્થ બનાવી યોગ્ય ઉછેર કરવાનું દંપતીએ જણાવ્યુ હતુ.

a851e41f-155f-4f00-a976-b6ddd4f3ec22