ભરૂચમાં ONGC ગોલ્ફ ચેલેન્જ કપ-2016 નું આયોજન

0

ગંધાર ગોલ્ફ ક્લબ અને ONGC અંકલેશ્વર એસેટ દ્વારા ભરૂચ GNFC ગોલ્ફ ક્લબના સહયોગ થી તારીખ 18 અને 19મી ડિસેમ્બર દરમિયાન ગોલ્ફ ચેલેન્જ કપ-2016નું આયોજન કરવામાં આવ્યુ છે.

ભરૂચ જીએનએફસીના ગોલ્ફ ક્લબ ખાતે તારીખ 18મી રવિવારની ફુલગુલાબી ઠંડીની શરૂઆતની સાથે આ ટુર્નામેન્ટની શરુઆત ONGCના ડિરેક્ટર (ઓનશોર) વી.પી.મહાવર, ONGC અંકલેશ્વર એસેટના ED ડિએમઆર શેખર, ખંભાત ONGCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.કે.સિંહા રોય, આવકવેરા કમિશનર રમેશ નારાયણ, GNFC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ ભાર્ગવા, ગ્રીન ટેક ફાઉન્ડેશનના પ્રમુખ કે.શરણ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઓનશોરના ડિરેક્ટર વી.પી.મહાવરે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ONGC દ્વારા યુવાનોમાં છુપાયેલી ખેલ પ્રતિભાને ઉજાગર કરવા માટે વિવિધ રમતોનું આયોજન કરીને પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવે છે.

જ્યારે ONGC અંકલેશ્વરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડિએમઆર શેખરે ONGC દ્વારા પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ તેલક્ષેત્રો ની આસપાસમાં આવેલા વિવિધ વિસ્તારોમાં ડેવલોપમેન્ટની સાથે જરૂરિયાત મંદ લોકોને પણ મદદરૂપ થઈ રહ્યા છે, આ ઉપરાંત તેઓએ કનેક્ટ ગુજરાતને વધુમાં જણાવ્યુ હતુ કે ONGC સ્વચ્છ ભારત અભિયાન, સ્વસ્થ ભારત અભિયાન ક્ષેત્રે પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.

આ ગોલ્ફ ટુર્નામેન્ટમાં ONGC, IOC, પેટ્રોનેટ એલએનજી, આવકવેરા વિભાગ, આર્મી, નેવી, પોલીસ દળ, સ્થાનિક ગોલ્ફ પ્રેમીઓ મળીને 86 ગોલ્ફ પ્લેયરોએ ભાગ લીધો છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here