/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/041111-e1561269671156.jpg)
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા મહિલાઓ માટે. ડૉ.આમ્બેડકર ભવન ખાતે ભારતીય પરંપરાગત સાડી પરિધાન ફેશન શો. સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ભરૂચ અને અંકલેશ્વર ની બહેનોએ ભાગ લીધો હતો, વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને પોતાના આત્મવિશ્વાસ સાથે ૧૫ થી ૭૫ વર્ષની ઉમર સુધીની બહેનોએ સ્પર્ધામાં ભાગ લઈને રેમ્પવોક કર્યુ. આજના સમયમાં મહિલાઓએ ભારતીય પરંપરાગત પરિધાન સાડી છોડીને પશ્ચિમ સંસ્કૃતિના પરિધાનોનો સ્વિકાર કર્યો છે. ત્યારે સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિની ધરોહર સ્ત્રીઓના શીલ,સંસ્કાર અને સૌદર્ય માં વધારો કરનાર સાડીને પહેરવેશ માં પ્રાધાન્યતા મળે અને સાડી વર્તમાન સમયમાંથી લુપ્ત ન થાય સાથે દેશમાં પહેરાતી સાડીઓની અલગ અલગ રીતોને જોવા મળે તે હેતુ થી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કલરવ સ્કૂલના દિવ્યાંગ બાળકોએ સમાજ ના લોકો સુધી વિવિધ સંદેશાઓ પહોંચે તે હેતુથી હાથમાં ચોપાનીયા લઈને રેમ્પવોક કર્યું હતું. જયારે કેન્સર જેવા અસાધ્ય રોગ સામે હિંમત ન હારી ઝઝૂમી અને માત આપનારી શ્વેતા સોલંકીએ આ સ્પર્ધામાં ભાગ લઇ સાબિત કર્યું હતું કે જીવનમાં કોઈપણ વિકટ મુશ્કેલીઓ આવે તો આપણે હિંમત થી તેમનો સામનો કરવો જોઈએ.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભિબેન તમાકુવાલા, બિલ્ડર કમલેશભાઈ પટેલ, દિક્ષાબેન રાઠોડ, ગુજરાતી ફિલ્મ અભિનેતા માનવકુમાર, બી ફોર ડી ના સ્થાપક પાર્થ નિઝામા, મિસ ગુજરાત ૨૦૧૭ જાહન્વી પટેલ, યુટ્યુબ સિંગર દર્પણ શાહે હાજરી આપી હતી અને આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના સ્થાપક હેમા પટેલ, પ્રકાશ પટેલ તથા સંસ્થાની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.