ભરૂચ : કોઠીરોડ વાલ્મિકી વાસ ખાતે  શેરીમાં રખડતા સ્વાને મચાવ્યો આંતક : ૫ બાળકો,૩ મોટા ઘાયલ

New Update
ભરૂચ : કોઠીરોડ વાલ્મિકી વાસ ખાતે  શેરીમાં રખડતા સ્વાને મચાવ્યો આંતક : ૫ બાળકો,૩ મોટા ઘાયલ

પાલિકા તેમજ જીવ દયા પ્રેમીઓ એ આપી એક બીજાને ખો,સમસ્યા ઠેરની ઠેર

ભરૂચના કોઠીરોડ વાલ્મિકી વાસ ખાતે છેલ્લા બે દિવસથી શેરી માં રખડતા સ્વાને આંતક મચાવ્યો છે. છેલ્લા બે દિવસમાં આ રખડતા શ્વાને પાંચ જેટલા બાળકો અને ત્રણ મોટા વ્યક્તિઓ પર અચાનક ત્રાટકી બચકા ભરી લેતાં સ્થાનીકોમાં ભયની લાગણી ફેલાવા પામી છે.

સૌથી નવાઇની વાત તો એ છે કે જ્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગમાં આ રખડતા શ્વાનને પકડવાની જાણ કરી તો તેમણે સીધી જીવ દયા પ્રેમી સંસ્થાનો સંપર્ક કરો કહી હાથ ઉંચા કર્યા હતા.તો બીજી તરફ જીવ દયા પ્રેમી સંસ્થાના આશિષ શર્મા સાથે આ અંગે ટેલીફોનીક વાત કરી તો તેઓ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરો કહીને છટક બારી શોધતા જોવા મળ્યા હતા.તો શું પ્રજાના ટેક્ષ અને સરકારની ગ્રાન્ટથી ચાલતી પાલિકા પ્રજાની સુખાકારી માટે આવા રખડતા અને આતંકી શ્વાનને ઝબ્બે કરવા નવો વિભાગ શરૂ કરશે. કે જીવ દયા પ્રેમીના બેનરો લઈ વાહવાહી લુટતાં ઇસમોને તેની રખેવાળી સોંપશે?જેવા અનેક સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.

સ્થાનિકોના મત મુજબ આ રખડતો શ્વાન બીજા કેટલા લોકોને શિકાર બનાવશે? શું પાલિકા અને જીવ દયા પ્રેમી સંસ્થા અને મોટી હોનારત સર્જાય કે કોઈ બાળકનો કે કોઈ વ્યક્તિને પાછું કરડે અને જીવ જાય એની રાહ જોઈ રહ્યું છે. એતો આવનારો સમય જ બતાવશે.હાલમાં તો આ આતંકી રખડતા શ્વાનના કારણે રહીશો ભયના ઓથાર હેઠળ બીતાબીતા ઘરની બહાર નીકળી રહ્યા છે.